ગુજરતિ રેડિઓ
August 28th, 2009લાઇવ ટિવિ ચેનલ
July 17th, 2009કોમ્પુટર ગુજરાતિ બનાવો
July 15th, 2009| ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ઈન્ડીક IME નો ઉપયોગ |
| માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૩ સ્યુટમાં ઈન્ડીક ભાષાઓમાં ટાઈપ કરવાને ટેકો અપાયેલો હોવાથી, જે ભારતીય ભાષાઓને ટેકો અપાયો છે, તેમાંથી કોઈ પણ ભાષા દ્વારા યુઝર ટાઈપ કરી શકે છે. અત્યારે માઈક્રોસોફ્ટ ૨૦૦૩ દ્વારા જેનો ઉપયોગ શક્ય છે, તે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ અને બંગાળી. કોઈ પણ ભારતીય લિપિની મુખ્ય ખાસિયત હોય છે તેનાં જટિલ અક્ષરો અને ચિહ્નો, અને તેને ઈન્ડીક IME વડે, એટલે કે ઈન્પુટ મેથડ એડીટર વડે ટાઈપ કરવાની પધ્ધતિ એકસરખી હોય છે. |
| ઈન્પુટ મેથડ એડીટર (જેને ઈન્પુટ મેથડ એન્વાયર્મેન્ટ પણ કહેવાય છે), એ એક એવો પ્રોગ્રામ છે, અથવા તો એક ઓપરેટીન્ગ સિસ્ટમ કોમ્પોનન્ટ છે, કે જેના દ્વારા કમ્પ્યુટર યુઝર્સ સામાન્ય પાશ્ચાત્ય કીબોર્ડ વાપરીને જ આ જટિલ અક્ષરો અને ચિહ્નો ટાઈપ કરી શકે છે. (જાપાનીઝ, ચાઈનીઝ, તિબેટીઅન અને કોરીઅન અક્ષરો પણ ઈન્ડીક અક્ષરો જેવાં જ જટિલ છે.) |
| જો યુઝરને હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ કે બંગાળી જેવી ભારતીય ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે માટે IME, એ માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ્સના ક્ષેત્રના કાર્યોમાંનું એક મહત્વનું કોમ્પોનન્ટ છે. માઈક્રોસોફ્ટ ઓફિસમાં કામ કરનારા કોઈ પણ યુઝરને આમાંની કોઈ પણ ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે તેમને ક્યાં તો માઈક્રોસોફ્ટ ઓફિસની CD ઉપર મળશે અથવા તો માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા પોર્ટલના એન્ડ-યુઝર્સ (End users) વિભાગમાંની ડાઉનલોડ લીન્ક દ્વારા મળશે. |
અન્ય ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી હજી તરુણ હોવાં છતાં, તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. દુનિયામાં જુદી જુદી જગ્યાએ થઈને, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતી-ભાષીઓની સંખ્યા ૫ કરોડથી પણ વધારે છે. કમ્પ્યુટર પર વિન્ડોઝ XP પ્લેટફોર્મ ઉપર, ગુજરાતીમાં ઓફિસ-બેઝ્ડ કાર્યો ચાલુ કરવા માટે, નીચે જણાવેલી સરળ રીત અનુસરો :
|
| ગુજરાતીનું ઈન્ડીક IME 1, પાંચ જાતના કીબોર્ડ સાથે આવે છે. |
| 1. ગુજરાતી ટ્રાન્સલીટરેશન: ફોનેટીક એટલે કે ધ્વન્યાત્મક રીતે ટાઈપ કરવાથી, યુઝર તેનું લખાણ સામાન્ય અંગ્રેજી કીબોર્ડ વાપરીને રોમન લિપિમાં ટાઈપ કરી શકે છે, અને તરત જ તેનું ટ્રાન્સલીટરેશન દ્વારા ગુજરાતી લિપિમાં રૂપાંતર થઈ જાય છે. આનો સંબંધ ધ્વન્યાત્મક પધ્ધતિનાં તર્ક સાથે હોય છે અને શબ્દ જે રીતે બોલાતો હોય, તે રીતે ટાઈપ કરવાથી આ બહુ અસરકારક રહે છે. |
| 2. ગુજરાતી ટાઈપરાઈટર: ટાઈપીંગ માટે વપરાતું આ એક બીજું કીબોર્ડ છે. ગુજરાતી ટાઈપરાઈટર કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 3. ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે, જ્યાં યુઝર મૂળ અક્ષરોને એક શ્રેણીમાં ટાઈપ કરે છે અને એક ખાસ તર્ક દ્વારા નક્કી થાય છે કે તેમાંનાં કયાં અક્ષરોને જોડવાં અને ગોઠવવાં, કે જેથી glyph ની રચના થાય. |
| 4. ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 5. ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા: આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે. |
| 6. ગુજરાતી સ્પેશીયલ કેરેક્ટર: આ કીબોર્ડમાં ગુજરાતીમાં વપરાતા ખાસ સ્પેશીયલ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. |
| ગુજરાતી IME દ્વારા મળતા આ જુદા જુદા ફીચર્સને લીધે, યુઝર માઈક્રોસોફ્ટ ઓફિસના ઉપયોગથી ડૉક્યુમેન્ટ્સમાં એટલે કે દસ્તાવેજમાં, ગુજરાતીમાં ટાઈપની કોઈ પણ રીત વાપરીને બહુ સરળતાથી ટાઈપ કરી શકે છે. |
ગુજરાતી IME માં ટાઈપ કરવાના કેટલાક મુદ્દા છે. ઈન્ડીક લિપિની જટિલતા અને તે તરફ ચાલુ રહેલો વિકાસ, તે બંન્ને જોતાં કેટલીક સાવચેતી જરૂરી છે અને IME નો ઉપયોગ કરવા માટે કેટલાક મુદ્દા યાદ રાખવા જરૂરી છે.
|
જિવન સોનેરિ બનાવો
July 4th, 2009જીવનમાં સફળ થવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા જે નથી શીખવતી તેવી આ બાબતો છે
દરેક સ્કૂલ-કોલેજના નોટિસ બોર્ડ પર બધા વાંચે તેવી રીતે પ્રદર્શિત કરવી જોઈએ. સ્કૂલ-કોલેજો ખૂલી ગઈ છે. વેકેશન પૂરું થયું છે.મસ્તીની પાઠશાળા હંમેશાં સારાં પરિણામો નથી આપતી, માટે જીવનની ગંભીર બાબતોને પણ હસતાં રમતાં જીવનનો ભાગ બનાવી લેવી જોઈએ.
થોડા દિવસો પહેલાં કમ્પ્યુટર જગતની સૌથી મોટી હસ્તી બિલ ગેટ્સ એક સ્કૂલમાં ગયેલાં. ત્યાં તેમણે અમેરિકન વિધાર્થીઓને જે વાતો કહી તે ભારતના કે સુરતના યુવાનો માટે પણ એટલી જ ખપની છે. માટે વધુ કોઈ પણ કોમેન્ટ વગર આજના યુવાનોને અર્પણ.બિલ ગેટ્સ કહે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કેટલીક મહત્ત્વની બાબતો જ ભણાવાતી નથી. દરેક સ્કૂલ-કોલેજે આ ૧૧ નિયમો પોતાના સ્ટુડન્ટ્સને જરૂર શીખવવા જોઈએ.
નિયમ ૧: જીવન એ મસ્તીનો મેળો નથી, એમાં જીવવા માટે સારી બાબતોથી ટેવાવું પડશે.
નિયમ ૨: તમે તમારી જાતને કેટલા ઓળખો છો, તેની જગતને પડી નથી. માટે જગતને કે વિષયોને ઓળખતા પહેલાં યુવાને પોતાને ઓળખી લેવા જોઈએ. પોતાની શકિત-મર્યાદા જે જાણે છે તે દુ:ખી નથી થતા. તમે જે આવતી કાલે આપવાના છો. તેની અપેક્ષા જગત તમારી પાસેથી ગઈ કાલે રાખતું હતું.
નિયમ ૩: તમે સ્કૂલ-કોલેજમાંથી ભણીને બહાર જાવ ત્યારે નોકરી આપનારા લાઈનમાં ઊભા હશે એવી કલ્પના પણ ન કરતા. તમને પહેલી એવી નોકરી નથી જ મળવાની કે જેમાં તમને મોબાઇલ અને બાઇક કંપની આપશે. તમે મહેનત કરીને તમારે પૈસે ફોન કે બાઇક ખરીદવા સક્ષમ બનશો ત્યારે માનજો કે તમારી નોકરી સારી છે. સહેલાઈથી મળેલી નોકરી કે સફળતા બહુ ઊચે લઈ જતી નથી.ટૂંકમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
નિયમ. ૪: તમે એકાદ કડક શિક્ષકથી ત્રાસી ગયા છો? તો તમે હજી બોસને તો જોયા જ નથી. કોઈ પણ સામાન્ય બોસ કડક પ્રિન્સિપાલથી કમ નથી હોતો.
નિયમ પ: તમને અમુક નાસ્તો કે ખાવાનું નથી ગમતું? તો જાણી લો કે એવાં ન ગમતાં ખાવાને તમારા દાદા ‘તક’ તરીકે ઓળખતા હતા.
નિયમ ૬: ભણવામાં કે કરિયરમાં તમે સફળતા નથી મેળવી? તો તેમાં તમારાં માબાપનો કોઈ વાંક નથી, વાંક તમારો છે, તમારે તમારી ભૂલોમાંથી શીખવું પડશે.
નિયમ ૭: તમે જન્મ લીધો તે પહેલાં તમારાં માબાપ આવા કંટાળાજનક નહોતાં. તમારી સફળતા માટે મહેનત કરીને, તમારા બિલ ચૂકવીને, તમને ઊછેરીને પણ તે ખુશ હતા. તેનો તમે યોગ્ય પ્રતિભાવ ન આપ્યો માટે તેઓ આજે કંટાળાજનક લાગે છે.તમારા ખાનદાનની ખોટ જોવા ન બેસો, તમે તે ખાનદાન માટે શું કરી શકો છો, તેનું આયોજન કરી તેને પાર પાડો.
નિયમ ૮: તમારી સ્કૂલ-કોલેજ સફળ અને નિષ્ફળ બંને વિધાર્થીઓને નિભાવી લે છે, પણ જીવન નથી નિભાવતું. ભણતી વખતે તમારો દાખલો ખોટો હશે તો તે સુધારવાની મદદ મળી રહેશે, પણ જીવનના દાખલાનો સાચો જવાબ તો જાતે જ મેળવવો પડશે.
નિયમ ૯: જીવન સેમેસ્ટર કે સત્રોમાં વિભાજિત નથી હોતું, તેમાં ઉનાળુ વેકેશન કે દિવાળીના તહેવાર બહુ મહેનત પછી આવે છે.કયારેક જ આવે છે. ભાગ્યે જ કોઈ માલિક પોતાના કામદારને સુધરવાની તક આપે છે. મોટે ભાગે તે કાઢી મૂકે છે, કારણ કે તમારાથી સારા કામદારો, તમારાથી ઓછા પગારે ત્યાં જોડાવા માટે લાઇન લગાવીને ઊભા હોય છે.
નિયમ ૧૦: ટેલિવિઝન એ સાચું જીવન નથી, તે તો બદસૂરતને ખૂબસૂરત બતાવતો આભાસ છે.હોટેલ કે કેન્ટીનમાં જીવન નથી જીવાતું, જીવન જીવવા માટે કારખાનાં-ઓફિસમાં પસીનો વહાવવો પડે છે.
નિયમ ૧૧: તમને ન ગમતા હોય તેની સાથે સારું વર્તન કરવાની ટેવ પાડો, શકય છે કે એના કે એવાના હાથ નીચે જ કામ કરવું પડશે.કોઈ સ્કૂલ કે કોલેજ પોતાના વિષયો થોડા ઓછા ભણાવશે તો ચાલશે, પણ ઉપના નિયમોને શીખવાની તક પોતાના વિધાર્થીઓને આપશે તો તેમનું ભલું જરૂર થશે.





